નમસ્કાર મિત્રો ! અહીં 18-03-2018 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

હાલમાં ભારતીય નૌસેનાના પ્રમુખ પદ પર કોણ નિયુક્ત છે ? જવાબ : એડમિરલ સુનીલ લાંબા

સુનિલ લાંબા ભારતીય નૌસેનાના કેટલામા પ્રમુખ છે ? જવાબ : ૨૩ મા

વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગના રીપોર્ટ ૨૦૧૮ મુજબ વિશ્વનું કયું શહેર સૌથી મોંઘુ છે ? જવાબ : સિંગાપોર

તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પદે ચોથીવાર કોની જીત થઇ છે ? જવાબ : વાલ્દિમીર પુતિન

તાજેતરમાં ઈંગ્લેન્ડના કયા સ્ફોટક બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે ? જવાબ : કેવિન પીટરસન

કયા ભારતીય મહિલા એકલા જ ફાઈટર પ્લેન ઉડાડનાર ભારતની બીજી મહિલા બન્યાં છે ? જવાબ : ભાવના કાન્ત

કઈ ટીમે હીરો ઇન્ડિયન ફૂટબોલ સુપર લીગ ૨૦૧૮ નું ટાઈટલ જીત્યું છે ? જવાબ : ચેન્નાઈ એફસી

ગ્લોબલ રિસાયકલીંગ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ? જવાબ : ૧૮ માર્ચ

તાજેતરમાં વિશ્વ તમાકુ સંમેલન કઈ જગ્યાએ યોજાયું હતું ? જવાબ : દક્ષિણ આફ્રિકા

ખુશ્બુ ગુજરાત કી – આ પ્રસિદ્ધ જાહેરાતમાં જોવા મળેલ સિંહનું અવસાન થયું છે. તેનું નામ શું છે ? જવાબ : માલાના

ગુજરાતના નવા ચુંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? જવાબ : ડૉ.એસ.મુરલીક્રિશ્ના

ફીફા વર્લ્ડકપ ૨૦૧૮ માં એડવાન્સ ટેક્નલોજી માટે રેફરી તરીકે કોનો ઉપયોગ થશે ? જવાબ : વિડીઓ રેફરી

વિપુલ વાળંદ

વધારે મટિરિયલ મેળવવા માટે અમારી વેબસાઇટ(માધવબુકસ્ટોર)
Madhavbookstore.com જુઓ.

922total visits,2visits today